હિંમતનગરના ગઢોડા ગામે પર્યાવરણ સંભાર સમિતિની પહેલ રંગ લાવી: સાંસદ શોભના બારૈયાએ કરી સમીક્ષા [pLllGu6awj7]

હિંમતનગરના ગઢોડા ગામે પર્યાવરણ સંભાર સમિતિની પહેલ રંગ લાવી: સાંસદ શોભના બારૈયાએ કરી સમીક્ષા હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી પર્યાવરણ સંભાર સમિતિની કામગીરીના એક વર્ષ બાદ ગામ અને સીમમાં હજારો વૃક્ષો લહેરાઈ રહ્યા છે. આ સફળ અભિયાનને આસપાસના 40 જેટલા ગામોમાં વિસ્તારવા અને સરકાર સુધી આ વિચાર પહોંચાડવા માટે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાને ગઢોડા ગામે આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાંસદે છેલ્લા એક વર્ષમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી વૃક્ષોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ આયોજનને રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી, જેને લઈને સાંસદે આ સુંદર વિચારને સમગ્ર ગુજરાત અને દેશમાં અમલમાં મૂકવા માટે ઉચ્ચ કક્ષાએ પ્રસ્તાવ મૂકવાની ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ શોભના બારૈયા સહિત ભાજપ સંગઠનના અગ્રણીઓ, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર: સંજય દીક્ષિત #himmatnagar #Gadhoda #environment #EnvironmentalInitiative #SansadShobhnaBaraiya #EnvironmentCommittee #greeninitiative #sustainability #sabarkanthanews #gujaratnews Subscribe to Abtak Media Channel for the latest updates on Politics, Sports, Entertainment and related videos.. Click Here to Subscribe our YouTube Channel : ----------------------------------------------------------------------------- ► Facebook: ► Twitter: ► Instagram: